Practical Pathshala 3.05

A-5, Second Floor, Gokul Nagar
Surat, 395006
India

About Practical Pathshala

Practical Pathshala Practical Pathshala is one of the popular place listed under Community Organization in Surat , Active Life in Surat ,

Contact Details & Working Hours

Details

ખુબ સરસ મજાની વાત છે કે આજના સમયમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. લોકોમાં દરેક બાબતે જાગૃતી આવી રહી છે. દિવસેને દિવસે નવી ટેકનોલોજી આવી રહી છે. તેવી જ રીતે આપણી સામે રોજ નવા નવા પડકારો આવી રહ્યા છે. આજની બદલાતી જતી સમાજ વ્યવસ્થામાં વ્યક્તિ સમક્ષ વિવિધ પડકારો ઉભા થયા છે. તેને પહોચી વળવા વ્યક્તિએ સમાજના પરિવર્તનો સાથે તાલ મેળવવો પડે છે, સુમેળ સાધવો પડે છે. જો વ્યક્તિ સમાજના પરિવર્તનો સાથે તાલ ના મેળવી શકે તો દુ:ખી થાય છે. પરિસ્થિતિ સામે લડી શકવાની હિંમત ગુમાવે છે. હતાશાનો ભોગ બને છે. તેનું માનસિક સ્વાસ્થ્ય કથળે છે.
તમે કોઈ લગ્નમાં જવાનું હોય ને વચ્ચે ટ્રાફિક નડે તો તમે શું અનુભવો? કોઈ નવા સ્થળે એકલા જવું પડે ત્યારે? પરીક્ષાની આગલી રાત્રે ? કોઈ મુશ્કેલી સર્જાય ત્યારે તમે શું અનુભવો? આવા સમયે તત્કાલિન નિર્ણયો લેવા પડતા હોય છે. આવા પડકારો સામે આપણે લડતા શીખવું પડશે.
શું શિક્ષણની ડીગ્રી મેળવી લેવાથી એક ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ થઇ શકે ? એક વિચારશીલ સમાજનું નિર્માણ થઇ શકશે? જાગૃત સમાજનું નિર્માણ થશે? આ બાબત ઉપર વિચાર કરવો જરૂરી છે. આવનારા સમયમાં માણસે “પ્રેક્ટીકલ” બનવું પડશે. ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. આપણા હાલમાં હયાત જે વડીલો છે તેઓ આ બાબતે ખુબ સારા પરિવર્તનો લાવ્યા અને તેને અનુકુળ થયા છે. જેમ કે સ્ત્રીઓ પહેલા ઘૂંઘટ તાણતી હતી જે પ્રથા બંધ કરી પ્રેક્ટીકલ બન્યા. વાસ્તવ વાદી બન્યા. આપણે પણ અવા અનેક ફેરફારોનો સામનો કરવાનો છે. આપણને દરેક ક્ષેત્રનું જ્ઞાન મેળવવું પડશે.આ બધું જ્ઞાન મેળવવા માટે પ્રેક્ટીકલ પાઠશાળા નવા નવા પ્રયોગો કરી રહી છે. માણસના સર્વાંગી વિકાસ માટે આ બધા પડકારોનો સામનો કરવા વ્યક્તિને સક્ષમ બનાવવા અને તંદુરસ્ત સમાજની રચના માટે પ્રેક્ટીકલ પાઠશાળા દ્વારા કાર્યક્રમો યોજાય રહ્યા છે. પ્રેક્ટીકલ પાઠશાળામાં દર પંદર દિવસે એક સેમીનાર યોજવામાં આવે છે. જેમાં કોઈ નામાંકિત વ્યક્તિ આવીને અલગ અલગ વિષયો ઉપર જ્ઞાન આપશે. જેનાથી આપણને જીવનમાં આવતાં પડકારોનો સામનો કરવા પ્રેરણા મળી રહે. આ પાઠશાળાના સભ્ય બનવા સામાન્ય સભ્ય ફી છે. સભ્ય બનવા સંપર્ક કરો.

અમારા હેતુઓ
(1) આરોગ્યને લગતા કાર્યક્રમો દ્વારા સમાજને શારીરિક તંદુરસ્ત બનાવવો.
(2) વ્યવસાયને લગતા કાર્યક્રમો દ્વારા સમાજને આર્થીક રીતે સમૃદ્ધ બનાવવો.
(3) કાર્યો દ્વારા લોક સંપર્કમાં રહી સારા નાગરિક બનવા પ્રોત્સાહન આપવુ.
(4) નકારાત્મક વિચારધારા દુર કરીને હકારાત્મક વિચારસરણી તરફ દોરવા.
(5) આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા સમાજને સંસ્કારી બનાવવો.
(6) ટેકનોલોજીને લગતા કાર્યક્રમો દ્વારા આવનારી નવી ટેકનોલોજીથી માહિતગાર કરવો.
(7) બાળવિકાસને લગતા કાર્યક્રમો દ્વારા આવતીકાલના સમાજને ઉપરની બધી રીતે સક્ષમ બનાવવો .
(8) માણસને પ્રેક્ટીકલ જ્ઞાન આપી પ્રેક્ટીકલ જીવન જીવતા કરવા.
(9) આ ઉપરાંત ઘણી બધી બાબતો ઉપર સેમિનારો યોજવામાં આવશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે લીનક પર ક્લિક કરો.
"https://docs.google.com/spreadsheet/embeddedform?formkey=dEZuT1ZXSUt1eHBGVmFYX2ZEcWstYmc6MA"

પ્રેક્ટીકલ પાઠશાળાના સ્થાપકો :
(1) મહેશભાઈ કળથીયા મો: ૯૮૯૮૬ ૧૪૬૯૮
(૨) હરેશભાઈ માણીયા મો: ૯૯૨૪૫ ૬૪૧૪૩
(૩) મયુર બલર મો: ૯૯૧૩૧ ૪૦૮૧૯
(૪) ડૉ. યોગેશભાઈ પટેલ મો: ૯૪૨૬૧ ૪૪૪૮૮

ઓફીસ એડ્રેસ
પ્રેક્ટીકલ પાઠશાળા
૧,૨- નવદુર્ગા સોસાયટી,TVS શો રૂમની બાજુમાં,રાહુલ ટ્રેડીંગ ઉપર,નાના
વરાછા,સુરત.૩૯૫૦૦૬

Map of Practical Pathshala

Updates from Practical Pathshala

Reviews of Practical Pathshala

   Loading comments-box...